Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

સ્ટાર નહિ અભિનેતા તરીકે ઓળખાવું ગમે છે મનોજ પાહવાને

ટીવી અને ફિલ્મોના કલાકાર મનોજ પાહવા કહે છે હું મારી જાતને સ્ટાર નહિ પણ અભિનેતા તરીકે વધુ પસંદ કરુ છું. ચોપન વર્ષિય આ અભિનેતાએ રેડ્ડી, સિંઘ ઇઝ કિંગ, લંડન ડ્રીમ્સ, જોલી એલએલબી, દિલ ધડકને દો સહિતની ફિલ્મો કરી છે. મનોજ પાહવા કહે છે લોકો ત્યાં સુધી સિનેમા હોલમાં નથી આવતાં જ્યાં સુધી એ ફિલ્મમાં સ્ટાર ન હોય. વર્તમાન સમયમાં લોકો મોટા બજેટની ફિલ્મો અવેન્જર અથવા બાહુબલી સપરિવાર જોવા જતાં હોય છે. સલમાન ખાન અને બીજા સ્ટારને જોવા લોકો આવતા હોય છે, મનોજ પાહવા કે બીજા સારા અભિનેતાને જોવા કોઇ આવતું નથી. પણ આ બાબતથી હું દુઃખી નથી. તે કહે છે રાતોરાત સ્ટાર બનનારા અને લાંબી મજલ કાપનારાઓમાં ખુબ અંતર હોય છે. હું એવી જિંદગી જીવું છે જે મારી શરતો મુજબ ચાલે છે.

(9:50 am IST)