Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

જીમ્મી જોવા મળશે મિસ્ટ્રી ક્રાઇમ થ્રિલરમાં

જીમ્મી શેરગિલ હિન્દી ઉપરાંત પંજાબી ફિલ્મો પણ કરતો રહે છે. ત્યાં પણ તે અનેક ચાહકો ધરાવે છે. હાલમાં તે વેબ સિરીઝના તેના કામને લીધે સતત પ્રસંશા મેળવી રહ્યો છે. 'માચીસ', 'તનુ વેડ્સ મનુ', 'અ વેન્સ્ડે' સહિતની અનેક  નોંધપાત્ર ફિલ્મો કરનાર જીમ્મી હવે ડિઝની હૉટસ્ટારની ફિલ્મ 'કોલર બોમ્બ'માં એક પોલીસ અધિકારીના પાત્રમાં જોવા મળશે. મિસ્ટ્રી ક્રાઇમ-થ્રિલર ફિલ્મ 'કૉલર બૉમ્બ'માં જીમ્મી શેરગિલ એસએચઓ મનોજ હેસીના રોલમાં છે, જે એક સ્કૂલને સુસાઇડ બોમ્બરના હુમલાથી બચાવવા અને માસ્ટરમાઇન્ડને પકડવા મથે છે. ગળે લટકાવેલા બોમ્બ માટે 'કૉલર બૉમ્બ' અથવા 'નેકલેસ બોમ્બ' એવો શબ્દ વપરાય છે. જીમ્મી શેરગિલ ઉપરાંત 'પવિત્ર રિશ્તા ફેઇમ આશા નેગી, 'સેક્રેડ ગેમ્સ' ફેઇમ રાજશ્રી દેશપાંડે, 'જમતારા' ફેઇમ સ્પર્શ શ્રીવાસ્તવ સહિતના કલાકારો પણ આ ફિલ્મમાં મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મનું નિર્દેશન જ્ઞાનેશ ઝોટીંગે કર્યુ છે. જ્યારે લેખન સિરીયસ મેન લખનારા નિખીલ નાયરે કર્યુ છે.

(10:17 am IST)