Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

તમે લોકોએ મને વિશ કર્યું, બધાનો આભાર... ટ્વિટર ઉપર કર્યું-ફેસબુક ઉપર કર્યું... મેં સાંભળ્યુ, ખૂબ ખૂબ આભાર... હું મુસ્‍કુરાહટ છું... હું જગદીપ છું, આઓ હસતા-હસતા અને જાઓ હસતા હસતાઃ જાવેદ જાફરીએ પિતા જગદીપના જન્મદિને વીડિયો શેર કર્યો હતો

નવી દિલ્હી: ફિલ્મ 'શોલે'માં સૂરમા ભોપાલીની યાદગાર ભૂમિકા ભજવી ચૂકેલા જાણીતા દિગ્ગજ કોમેડિયન જગદીપનું બુધવારે નિધન થતા બોલિવૂડ જગત આઘાતમાં ગરકાવ થયું છે. તેઓ 81 વર્ષના હતાં. તેમનું અસલ નામ સૈય્યદ ઈશ્તિયાક અહેમદ જાફરી હતું. પોતાના અભિનયથી લોકોને પ્રભાવિત કરનારા જગદીપને લોકો તેમના રિયલ નામથી નહીં પરંતુ રિલ નામથી ઓળખતા હતાં. તેમના પરિવારમાં પુત્ર જાવેદ અને નાવેદ જાફરી છે. જાવેદ અભિનેતા અને ડાન્સર તરીકે ઓળખાય છે.

જગદીપના નિધન બાદથથી એક વીડિયો સોશિયલ મીડિયામાં સતત વાઈરલ થઈ રહ્યો છે. જેને લોકો જગદીપનો છેલ્લો વીડિયો ગણાવી રહ્યાં છે. આ વીડિયોને જાવેદ જાફરીએ વર્ષ 2018માં પિતા જગદીપના જન્મદિવસ પર ટ્વિટર પર શેર કર્યો હતો. આ વીડિયોમાં જગદીપ પોતાના ચાહકોને મેસેજે આપી રહ્યાં છે. તેઓ કહે છે કે તમે લોકોએ મને વિશ કર્યું, બધાનો આભાર. ટ્વિટર પર કર્યું, ફેસબુક પર કર્યું મેં સાભળ્યું. ખુબ  ખુબ આભાર. હું મુસ્કુરાહટ છું, હું જગદીપ છું. આઓ હસતા હસતા અને જાઓ હસતા હસતાં.

આ બાજુ વીડિયો શેર કરતા જાવેદે લખ્યું હતું કે મારા આદરણિય પિતાજી સોશિયલ મીડિયા પર નથી એટલે તેમણે પોતાના આ તમામ પ્યારા ચાહકો કે જેમણે તેમના માટે જન્મદિવસ શુભેચ્છાઓ મોકલી છે તેમના માટે એક મેસેજ મોકલ્યો છે. અત્રે જણાવવાનું કે જગદીપના નિધનથી બોલિવૂડને મોટો આંચકો લાગ્યો છે. 2020 બોલિવૂડ માટે ખુબ ખરાબ વર્ષ સાબિત થઈ રહ્યું છે. આ વર્ષે ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન, સુશાંત સિંહ રાજપૂત, સરોજ ખાન બાદ હવે જગદીપે દુનિયાને અલવિદા કરી છે.

29 માર્ચ 1939માં જન્મેલા સૈયદ ઈશ્તિયાક અહેમદ જાફરી ઉર્ફે જગદીપે લગભગ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ 1975માં આવેલી રમેશ સિપ્પીની ફિલ્મ 'શોલે'થી તેમને ખાસ ઓળખ મળી હતી.

(5:00 pm IST)