Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

શું ખોટુ થયું એ જણાવવું નથીઃ લીના

અનેક ટીવી શોમાં કામ કરી ચુકેલી અને કુમકુમ ભાગ્ય જેવા શો થકી વધુ જાણીતી બનેલી અભિનેત્રી લીના જુમાનીએ પાંચ વર્ષ જુની સગાઇ તોડી નાંખી છે. વર્ષ ૨૦૧૫માં લીનાએ જાહેર કર્યુ હતું કે તેણે બોયફ્રેન્ડ રાહુલ સચદેવ સાથે સગાઇ કરી છે. રાહુલ યુએસમાં બિઝનેસમેન છે. ત્રણ વર્ષ રિલેશનશીપમાં રહ્યા બાદ ૨૦૧૪માં બંનેએ સગાઇ કરી હતી. હવે લીનાએ સગાઇ તોડી નાંખી છે. તેણે કહ્યું હતું કે અમારી બંનેની વચ્ચે કંઇ ઠીક ચાલતું નહોતું. હું અન રાહુલ હવે સાથી નથી. અમે સગાઇ પછી લગ્ન કરવાના હતાં. પરંતુ અમારી વચ્ચે શું ખોટુ થયું એ મારે જણાવવું નથી. હું ઇચ્છું છું કે એ જ્યાં રહે ત્યાં ખુશ રહે. મારા માતા-પિતા ઇચ્છે છે કે હું સેટલ થઇ જાઉં. પરંતુ હું હાલમાં સિંગલ જ ખુશ છું. હાલમાં મહામારી પણ ચાલી રહી છે. આવા સમયે બીજુ કંઇ વિચારવું ઠીક નથી. એકતા કપૂરના શો કુમકુમ ભાગ્યએ લીનાને મોટી ઓળખ અપાવી હતી. તાજેતરમાં લીના ઓટીટી પ્લેટફોર્મ ઉલ્લુ પરની પારોમાં જોવા મળી હતી.

(10:02 am IST)