Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

ફિલ્મ Super 30:ની રિલીઝ ડેટ બદલાઈ : ઋતિકે હ્રદયસ્પર્શી ટ્વિટ કરી આપી માહિતી

કંગના રણાવત-રાજકુમાર રાવની 'મેન્ટલ હૈ ક્યા' એક જ દિવસે રિલીઝ થવાની હતી

મુંબઈ :ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર 30ની રિલીઝ ડેટ ફરી બદલાઈ છે. અભિનેતા ઋતિક રોશને ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. ઋતિક રોશને ફિલ્મ સુપર-30ને લઈ એક હ્રદયસ્પર્શી ટ્વિટ કર્યું છે. જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે

  અત્રે ઉલ્લેખનીય છે કે ઋતિક રોશનની સુપર-30 અને કંગના રણાવત-રાજકુમાર રાવની 'મેન્ટલ હૈ ક્યા' એક જ દિવસે રિલીઝ થવાની હતી. જો કે હવે સુપર-30ની રિલીઝ ડેટ બદલાઈ ગઇ છે

કંગના અને ઋતિકની ફિલ્મ એક જ દિવસે રિલીઝ થવાની વાતથી જ સોશિયલ મીડિયા પર માહોલ ગરમાયો હતો. જો કે હવે ઋતિક રોશને એક લાગણીસભર પોસ્ટ કરીને ફિલ્મની રિલીઝ ડેટ બદલાવાની જાહેરાત કરી છે

 

(9:07 pm IST)