Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

સલમાનખાન-કેટરીના કૈફની નવી જ કેમિસ્ટ્રીઃ આજે રજૂ થયું'એથે આ' ગીત

'ભારત' ફિલ્મના અગાઉના બે ગીત હિટ નિવડ્યા છે

મુંબઇ તા. ૯: સલમાનખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'ભારત' પાંચમી જૂને ઇદના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મનું વધુ એક ગીત 'એથે આ...'  રિલીઝ થઇ ગયું  છે. અગાઉના 'સ્લો મોશન' અને 'ચાશની' ગીત સોૈને ગમ્યા છે. સલમાન અને કેટરીના કૈફ પર ફિલ્માવાયેલુ ગીત એથે આ...વિશે નિર્દેશક અલી અબ્બાસ જફરે કહ્યું હતું કે આ ગીતમાં સલમાન અને કેટરીનાની પ્રેમ કહાની જોવા મળશે. આ ગીત એનર્જીથી પણ ભરપુર છે. એથે આ...લગ્ન સિઝનમાં હિટ નિવડે તેવું ગીત છે. સલમાન અને કેટરીનાની કેમિસ્ટ્રીને બિલકુલ નવી રીતે ફિલ્માવાઇ છે. અલી અબ્બાસ, સલમાન અને કેટરીના આ ગીત થકી ત્રીજીવાર એક બીજા સાથે કામ કરી રહ્યા છે. 'ભારત'માં તબ્બુ, જૈકી શ્રોફ, દિશા પટાની, નોરા ફતેહી, સુનિલ ગ્રોવર સહિતના કલાકારો પણ છે. એક વ્યકિતના જીવનના છ દસકની રંગીન યાત્રા આ ફિલ્માં છે. ફિલ્મનું નિર્માણ અતુલ અગ્નિહોત્રીના રિલ લાઇફ પ્રોડકશન અને ટી-સિરીઝે કર્યુ છે.

(4:24 pm IST)