Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

હાઉસફુલ-૪ની રાહ જોઇ રહી છે પૂજા હેગડે

બોલીવૂડમાં મોહન-જો-દડો ફિલ્મથી એન્ટ્રી કરનારી મુંબઇમાં જન્મેલી પૂજા હેગડેએ બોલીવૂડમાં આવ્યા પહેલા સાઉથની ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરી હતી. ૨૦૧૨માં તેની પહેલી તમિલ ફિલ્મ આવી હતી. એ પછી તેલુગુ ફિલ્મ કરી હતી. ૨૦૧૬માં તેણે રિતીક રોશન સાથેની ફિલ્મ કરી હતી. પરંતુ એ ફિલ્મ ફલોપ નિવડી હતી. એ પછી તેણે ૨૦૧૮ સુધીમાં પાંચ તેલુગુ ફિલ્મ કરી છે. જો કે તે હવે હિન્દી ફિલ્મ હાઉસફુલ-૪ રિલીઝ થવાની આતુરતાથી રાહ જોઇ રહી છે. આ વર્ષે તેની અન્ય એક તેલુગુ ફિલ્મ પણ આવવાની છે. ફિલ્મો ઉપરાંત સોશિયલ મિડીયા પર પણ પૂજા સક્રિય રહે છે. તાજેતરમાં તેણે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ટ્રેડિશનલ અને વેસ્ટર્ન લૂકમાં જોવા મળી છે. આ તસ્વીરોમાં તેનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે. પૂજા ૨૦૧૦માં મિસ યુનિવર્સ રનર્સ અપ રહી ચુકી છે. હાઉસફુલ-૪માં અક્ષય કુમાર, ક્રિતી સેનન, રીતેશ દેશમુખ, બોબી દેઓલ, રાણા દગુબતી સહિતના કલાકારો છે.

(9:29 am IST)