Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

લોકડાઉનમા પતિ આનંદની હેયરસ્ટાઇલિશ બની સોનમ કપૂર

મુંબઈ: બોલિવૂડમાં પોતાનો મુદ્દો રાખવા માટે જાણીતી અભિનેત્રી સોનમ કપૂરને છેલ્લે 2019 માં અભિષેક શર્મા નિર્દેશિત ફિલ્મ 'ઝોયા ફેક્ટર'માં જોવા મળી હતી. સોનમ કપૂર હાલ દિલ્હીમાં છે.ભારતમાં લોકડાઉન થવાને કારણે સોનમ પતિ આનંદ આહુજા સાથે ક્યુરેન્ટાઇનમાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને અપડેટ કરતી રહે છે. દરમિયાન હવે સોનમ કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં સોનમ કપૂર પતિ આનંદ આહુજાથી વાળ બનાવતી જોવા મળી રહી છે અને આનંદ મોબાઈલમાંથી વીડિયો બનાવે છે. જણાવી દઈએ કે સોનમ પહેલા અનુષ્કા શર્માનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે પોતાના પતિ વિરાટ કોહલીના વાળ કાપતી જોવા મળી હતી.

(4:46 pm IST)