Gujarati News

Gujarati News

News of Thursday, 9th March 2023

ફિલ્‍મ સ્‍ક્રીપ્‍ટ વાંચવા વિના જ અભિનેતા રાજેશ ખન્‍નાએ ફિલ્‍મ સાઇન કરી અને હાથી મેરે સાથી બનાવી રાતોરાત સ્‍ટાર બન્‍યા

પાંચ લાખની રકમ લીધા બાદ અભિનેતાએ જાણીતા લેખક સલીમ ખાન અને જાવેદ અખ્‍તરને મદદ માટે વિનંતી કરી

મુંબઇઃ રાજેશ ખન્ના તેમના સમય દરમિયાન સ્ટારડમ કેવી રીતે જીવતા હતા તે અભિનેતાની નજીકના લોકોએ નજીકથી નિહાળ્યું હતું. રાજાની જેમ પોતાની શરતો પર જીવન જીવનાર રાજેશ ખન્નાએ એકથી વધુ ફિલ્મો કરી. એમાંથી એક હતી હાથી મેરે સાથી. પરંતુ આ ફિલ્મ સાઈન કરવા પાછળની કહાની પણ ઘણી રસપ્રદ છે. કહેવાય છે કે તેણે સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ આ ફિલ્મ સાઈન કરી લીધી હતી અને પછી જ્યારે ફિલ્મની સ્ટોરી હાથમાં આવી ત્યારે તેઓ ખૂબ જ અપસેટ થઈ ગયા હતા.

પૈસાના લોભમાં ફિલ્મ સાઈન કરી

હાથી મેરે સાથી દક્ષિણના ચિનપ્પાએ બનાવી હતી. તે સમયે જેમની પાસે પુષ્કળ પૈસા હતા તેઓ કોઈપણ કિંમતે રાજેશ ખન્નાને ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા. તેથી જ્યારે તે મુંબઈ આવ્યા ત્યારે તેમણે કાકાની સામે નોટોથી ભરેલી બેગ મૂકી દીધી જેથી તે ફિલ્મ માટે ના કહી શકે અને એવું જ થયું. રાજેશ ખન્નાને તે સમયે પૈસાની જરૂર હતી કારણ કે તેઓ તે સમયે રાજેન્દ્ર કુમારનો મોટો બંગલો ખરીદવા મથી રહ્યાં હતા. તેથી તેમણે સ્ક્રિપ્ટ જોયા વિના પણ ફિલ્મ માટે હા પાડી દીધી અને 5 લાખ રૂપિયા સાઈનિંગ અમાઉન્ટ રાખી લીધી.

સ્ક્રિપ્ટ વાંચીને ઉડી ગયા હતા હોશ

થોડા દિવસો પછી જ્યારે રાજેશ ખન્નાના હાથમાં સ્ક્રિપ્ટ આવી અને તેમણે તેને વાંચી તો તે ચોંકી ગયા હતા. તે વાંચતા જ કાકાને સમજાયું કે તે ખરાબ રીતે ફ્લોપ જશે અને તેની અસર તેમની કારકિર્દી પર પણ પડશે. આથી રાજેશખન્ના સીધા તે સમયના પ્રખ્યાત લેખકો સલીમ ખાન અને જાવેદ અખ્તરની જોડી સુધી પહોંચી ગયા. તેમને વિનંતી કરી અને કહ્યું કે તેમણે સાઈનિંગની રકમ લઈ લીધી છે અને હવે તે કોઈ પણ સંજોગોમાં ફિલ્મ માટે ના કહી શકે નહીં. ફિલ્મને ડૂબતી બચાવવા વિનંતી કરીને તેમને મોટી ફીની ઓફર પણ કરવામાં આવી હતી. સલીમ-જાવેદે પણ પોતાના લેખનથી તે સ્ક્રિપ્ટને વધુ સારી બનાવી. આ ફિલ્મ રિલીઝ થઈ અને ફેમસ થઈ ગઈ. આ રીતે રાજેશ ખન્નાની ડૂબતી કરિયર બચી ગઈ હતી.

(5:23 pm IST)