Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

હિરણ શિકાર કેસમાં 18 એપ્રિલના થશે સલમાન ખાનની સુનાવણી

મુંબઈ: સલમાન ખાનના પ્રખ્યાત કાળા હરણ શિકાર કેસમાં સુનાવણી હવે 18 મી એપ્રિલે હાથ ધરવામાં આવશે. સલમાન અને રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી શનિવારે જિલ્લા અને સેશન્સ કોર્ટ જોધપુરમાં થવાની હતી, પરંતુ ન્યાયાધીશની બઢતીના કારણે સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે જિલ્લા ન્યાયાધીશ ચંદ્રકુમાર સોનગરાની નિમણૂકને કારણે સુનાવણી મુલતવી રાખવામાં આવી હતી. જિલ્લા ન્યાયાધીશની જગ્યા ખાલી પડી હતી. હાલમાં, આ પદ પર કોઈની નિમણૂક કરવામાં આવી નથી, તેથી આ કેસમાં હવે પછીની સુનાવણી 18 મી એપ્રિલ, 2020 ના રોજ થશે.

(5:29 pm IST)