Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

શ્રુતિ શર્માને નઝર-૨ મળતાં ઇચ્છા થઇ પુરી

ટીવી અભિનેત્રી શ્રુતિ શર્મા સુપરનેચરલ ટીવી શો નઝર-૨ માટે પસંદ થઇ છે. શ્રુતિએ અગાઉ અનેક શોમાં કામ કર્યુ છે. તેની શોધ ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટાર શો થકી કરણ જોહર અને રોહિત શેટ્ટીએ કરી હતી. આ શોમાં શ્રુતિ રનર અપ બની હતી. તે શો ભલે જીતી ન શકી હોય, પરંતુ તેને કામ મળવાનું શરૂ થઇ ગયું હતું. હવે તેને સ્ટાર પ્લસ પરના શો નઝર-૨ માટે કામ મળ્યું છે. શ્રુતિએ ખુશ થતાં કહ્યું હતું કે મારી ઇચ્છા ઘણા લાંબા સમયથી હતી કે હું નઝર-૨ જેવા સુપરનેચરલ શોમાં કામ કરું. મને આ સિરીયલમાં કામ મળતાં મારી ઇચ્છા પુરી થઇ છે. મેં નઝરની પહેલી સિઝન જોઇ હતી. જેમાં મોનાલિસાના મોહનાના પાત્રથી હું અત્યંત પ્રભાવીત થઇ હતી. તેનો ડાયનનો દેખાવ અને શોની સ્પેશિયલ ઇફેકટને કારણે હું સતત આ શોને પસંદ કરતી હતી. હવે હું ખુદ નઝર-૨નો ભાગ બની છું. મેં સપનામાં પણ વિચાર્યુ નહોતું કે મને આ શો મળશે.

(9:55 am IST)