Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

દિનેશની ફિલ્મમાં આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ સતત એક પછી એક નવા પ્રોજેકટ પર કામ કરી રહી છે. હાલમાં તે સંજય લીલા ભણશાલીની ફિલ્મ ગંગુબાઇ કાઠીયાવાડી અને સડક-૨ના કામમાં વ્યસ્ત છે. હવે પછી તે હોરર કોમેડી ફિલ્મ પણ કરી રહી છે. નિર્માતા દિનેશ વિજન એક હોરર કોમેડી ફિલ્મ બનાવી રહ્યા છે. તાજેતરમાં દિનેશની ઓફિસે આલિયા જોવા મળી હતી. આ કારણે એવી વાત વહેતી થઇ ગઇ છે કે આ ફિલ્મમાં આલિયા મુખ્ય રોલ નિભાવશે. જો આલિયાની આ પહેલી હોરર કોમેડી ફિલ્મ છે. તેણે અત્યાર સુધી મોટે ભાગે રોમાન્ટીક રોલ નિભાવ્યા છે. જો કે આલિયા તરફથી હજુ કોઇ વાત આ ફિલ્મ બાબતે જણાવાઇ નથી. દિનેશ વિજન અગાઉ શ્રધ્ધા કપુર સાથે સ્ત્રી, જ્હાન્વી કપૂર સાથે રૂહી આફઝા નામની હોરર કોમેડી ફિલ્મ કરી રહ્યા છે.  આલિયા લાંબા સમયથી આવી એક ફિલ્મ કરવા ઇચ્છતી હતી.

(9:55 am IST)