Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

વીસ કિલો વજન ઘટાડવા કંગનાની કપરી મહેનત

કંગના રનોૈતએ બોલીવૂડમાં આપબળે સફળતા મેળવી છે. તે કોઇપણ રોલ માટે સખ્ત મહેનત કરવા માટે જાણીતી છે. તેણે નવી ફિલ્મના રોલ માટે ખાસ્સુ વજન વધાર્યુ હતું. તાજેતરમાં કંગનાએ ફિલ્મ થલાઇવુંનું શુટીંગ પુરૂ કરી લીધું છે. આ ફિલ્મ માટે કંગનાએ દસ બાર કિલો નહિ પુરૂ વીસ કિલો વજન વધાર્યુ હતું. તેણે આ ફિલ્મમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાનું પાત્ર ભજવ્યું છે. તેમની આ બાયોપિક છે. કંગના હવે પછી ફિલ્મ તેજસ અને ધાકડ માટે કામ શરૂ કરશે. આ બંને ફિલ્મના પાત્રો માટે તેને વજન ઘટાડવું પડશે. આ માટે કંગનાએ ફરીથી પરસેવો પાડવાનું શરૂ કરી દીધું છે. તેણે એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં તે પોતાના જીમ ટ્રેનર યોગેશનો પરિચય પણ આપી રહી છે. કંગનાએ પોતાનું વજન બાવન કિલો હતું. થલાઇવી માટે તોંતેર કિલો કર્યુ હતું. હવે તે બીજી બે ફિલ્મો માટે વજન ઓછુ કરવા મહેનત કરી રહી છે. વીસ કિલો વજન ઘટાડવા તેને ખુબ મહેનત કરવી પડશે. ધાકડ માટે કંગનાને હોંગકોંગ અને થાઇલેન્ડના એકશન ડિરેકટર ખાસ તાલિમ આપશે.

(9:54 am IST)