Gujarati News

Gujarati News

News of Monday, 9th March 2020

સ્પર્ધાથી મને કોઇ ફરક નથી પડતોઃ જ્હાન્વી

અભિનેત્રી જ્હાન્વી કપૂરે તાજેતરમાં છઠ્ઠી તારીખે પોતાનો ત્રેવીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. બોની કપૂર અને શ્રીદેવીની દિકરી જ્હાન્વીએ બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી લીધું છે. તેણે કહ્યું હતું કે અહિ સતત સ્પર્ધા જામતી હોય છે, પરંતુ મને આવી કોમ્પીટીશનથી કોઇ ફરક પડતો નથી. હું ઇન્ડસ્ટ્રીને શું આપી શકુ છું એ મને ખબર છે.  જ્હાન્વીએ કહ્યું હતું કે મને એ પણ ખબર છે કે કઇ ચીજો પર કામ કરવાથી વધુ સારા એકટર બની શકાય. આ કારણે હું સતત મહેનત કરવામાં માનુ છું. આ ઇન્ડસ્ટ્રીમાં બધા માટે જગ્યા છે. મારી એક વર્ષથી કોઇ ફિલ્મ રિલીઝ નથી થઇ અને મારી તુલના મારી સમકાલીન અભિનેત્રીઓ સાથે ચોક્કસપણે થશે. પણ આ ઇન્ડસ્ટ્રીનો એક ભાગ છે. હું બીજા કલાકારોનું કામ જોઇને તેમાંથી પ્રેરણા લેવાનો, શીખવાનો પ્રયાસ કરતી રહુ છું. હવે જ્હાન્વી દોસ્તાના-૨ અને રૂહી આફઝાનું કામ કરી રહી છે. તે ગુંજન સકશેનાની બાયોપિક ધ કારગીલ ગર્લને કારણે પણ.

(9:54 am IST)