Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

વાયુસેનાના પરાક્રમ પર શંકા કરનારા અને પૂરાવા માંગનારાઓ પર અક્ષય કુમાર ભડક્યો....

મુંબઈ: નરેન્દ્ર મોદીની સરકારમાં બે વાર ભારતીય સેનાએ પાકિસ્તાનની સરહદ પાર કરી સ્ટ્રાઇક કરી છે. ઉરી હુમલા બાદ થયેલ સર્જિકલ સ્ટ્રાઇક પછી ગત મહિને 26મી જાન્યુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. સ્ટ્રાઇક પુલવામા આતંકી હુમલા બાદ કરવામાં આવી હતી. જોકે હવે સ્ટ્રાઇક પર જોરદાર રાજનીતિ જોવા મળી રહી છે. હવે વિપક્ષના કેટલાક નેતાઓ સરકાર પાસે સ્ટ્રાઇકના પૂરાવા માંગી રહ્યા છે.પરંતુ હવે વાયુસેનાના પરાક્રમ પર શંકા કરનારા અને પૂરાવા માંગનારાઓ પર કેસરી ફેમ એક્ટર અક્ષય કુમારે પ્રહાર કર્યો છે. એક ઈવેન્ટમાં હાજરી આપતા અક્ષય કુમારે આવા લોકોની ઘણી ટીકા કરી. રિપોર્ટ મુજબ અક્ષય કુમારે કહ્યું કે,‘આપણા જવાન બોર્ડર પર સંઘર્ષ કરે છે. આપણા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. કોઈને પણ તેમના પર અથવા તેમની બહાદુરી પર સવાલ ઉભા કરવાનો અધિકાર નથી.’ ઉપરાંત અક્ષય કુમારે કહ્યું કે,‘સ્ટ્રાઇકના પૂરાવાની માગ ખોટી છે. કોઈએ પણ આવું કરવું જોઈએ. આપણા જવાન ઘર પર તેમનું શાન્તિપૂર્ણ જીવન ત્યાગી દે છે. જેથી આપણે શાંતિ અને સુરક્ષિત રહી શકીએ. આપણે તેમનાથી પૂરાવા કેવી રીતે માંગી શકીએ.’ તમને બતાવી દઈએ કે ખિલાડી કુમાર સેનાની મદદ માટે હંમેશાં આગળ રહે છે. રિપોર્ટ મુજબ તેમને પુલવામા હુમલામાં શહીદ થયેલ શહીદ જવાન જીત રામ ગુર્જરની પત્ની સુંદરી દેવીને 15 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. ઉપરાંત અક્ષય સેનાના શહીદ જવાનોના પરિવારને મદદ રૂપ થવા માટે ‘ભારત કે વીર’ એપને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

 

 

(5:10 pm IST)