News of Friday, 9th March 2018

મોહિત સુરીની રોમાન્ટિક થ્રિલરમાં ચમકશે આદિત્ય રોય કપૂર અને કૃતિ સેનન

મુંબઈ:જોડીઓ જોવા મળશે. જેમાં એક નવી જોડી કૃતિ સેનન અને આદિત્ય રોય કપુરની હશે, જે ડાયરેક્ટર મોહિત સુરીની એક રોમેન્ટિક થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. 
માનવામાં આવી રહ્યુ છે કે, આ ફિલ્મ ગત વર્ષે ફ્લોર પર જવાની હતી પરંતુ અગમ્ય કારણસર ફિલ્મમાં વિલંબ થયો છે. મોહિત સુરી સાથે આદિત્ય અત્યારે આ ફિલ્મ પ્રોજેક્ટને લઈ મીટિંગ કરી રહ્યો છે. માનવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મ અત્યાર સુધી આદિત્ય રોય કપુરની અન્ય ફિલ્મો કરતા અલગ હશે. મોહિત સુરી આ ફિલ્મ મુદ્દે કૃતિ સેનન સાથે પણ ચર્ચા કરી રહ્યા છે. કૃતિ અત્યારે ચંદીગઢમાં દલજીત દોસાંઝ સાથેની ફિલ્મ અર્જુન પટિયાલાના શુટિંગમાં વ્યસ્ત છે. ત્યારે માનવામાં આવી રહ્યુ છે કે આ ફિલ્મનુ શુટિંગ પુરુ થયા બાદ મોહિત સુરીની ફિલ્મનુ શુટિંગ શરુ થશે. 

(4:57 pm IST)
  • દેશભરમાં ચકચારી બનેલ આરુષી હત્યા કેસમાં અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા તલવાર દંપતીને છોડી મુકવાના આદેશ સામે CBIએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી access_time 9:25 am IST

  • મમતા બંગાળની ચિંતા કરે, દેશની નહિં: રામ માધવઃ ભાજપ મહાસચિવ રામ માધવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને જણાવ્યું કે, તે દેશની નહિં પણ પોતાના રાજ્યની ચિંતા કરે : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ત્રિપુરામાં કોઈ મૂર્તિ તોડવામાં નથી આવી. આ દુષ્પ્રચાર થઈ રહ્યો છે એક ખાનગી સ્થાન પર જેને મૂર્તિ લગાવી, તેને જ દૂર કરી' : તોડફોડ તો બંગાળમાં થઈ રહી છે access_time 3:49 pm IST

  • INX મીડિયા કૌભાંડ કેસમાં કાર્તિ ચિદમ્બરમને વધુ ત્રણ દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર સોંપવા અદાલતનો આદેશ access_time 12:03 am IST