Gujarati News

Gujarati News

News of Friday, 9th March 2018

ફરી એકવાર ચર્ચામાં આવી અર્શી ખાન: પૂજારી પર લગાવ્યો યૌન શોષણનો આરોપ

મુંબઈ: બિગ બોસ 11મી સીઝન પુરી થઇ ગઈ છે. પણ અત્યારે પણ તેના સ્પર્ધકો કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં આવતા રહ્યા છે. બિગ બોસ 11ની સ્પર્ધક અર્શી ખાન ફરી એકવાર ચર્ચામાં આવી છે. અર્શી ખાને એક પૂજારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પહેલા આ પુજારીએ અર્શી પર 40 હજાર ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર અર્શી અને પુજારીની મુલાકત 2015માં  મંદિરમાં થઇ હતી. તે સમયે અર્શી સતત મંદિરમાં દર્શન કરવા માટે આવતી હતી. 5 ડિસેમ્બર 2015માં અર્શીએ પુજારીને કહ્યું કે મારુ બેગ અને કિંમતી સમાન ખોવાઈ ગયું છે. ત્યારે પુજારીએ તેને 40 હજાર રૂપિયા આપ્યા થોડા સમય પછી અર્શી મંદિર આવવાનું બંધ કરી દીધું અને પુજારીના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. પુજારીએ અર્શી ખાન વિરુદ્ધ સમતા નગર પોલીસ સ્ટેશનમાં એફઆરઆઇ નોંધાવી હતી.

(4:53 pm IST)