Gujarati News

Gujarati News

News of Sunday, 9th February 2020

કેકને જોઇને કેટરિના ફિટનેસને પણ ભૂલી જાય છેઃ કેટરીનાની ટ્રેનર અને જાણીતી ફિટનેસ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલાનો ખુલાસો

આ એક વસ્તુ પાછળ પાગલ છે કેટરીના, જોઈને બધુ ભાન ભૂલી જાય છે

નવી દિલ્હી: બોલિવૂડમાં આજકાલ અભિનેત્રીઓ પડદા પર જેટલી ખુબસુરત અને ફિટ દેખાય છે તેમણે પાછળ એટલી જ મહેનત કરવી પડતી હોય છે. હવે કેટરિના કૈફને જ લઈ લો. આમ તો કેટરિના અત્યાર સુધી અનેક ફિલ્મોમાં પોતાની ફિટ અને ટોન્ડ બોડીથી બધાને પાગલ કરી ચૂકી છે પરંતુ ફિટનેસ ફ્રિક કેટરીનાની એક મોટી નબળાઈ છે. જેને જોઈને તે ફિટનેસ પણ ભૂલી જાય છે અને તે  ખાસ ચીજ છે પેનકેક. વાત જાણે એમ છે કે હાલમાં કેટરીનાની ટ્રેનર અને જાણીતી સેલિબ્રિટી ફિટનેસ એક્સપર્ટ યાસ્મિન કરાંચીવાલાએ આ વાતનો ખુલાસો કર્યો હતો. 

યાસ્મિને જણાવ્યું કે કેટરીનાને આખરે શું પસંદ છે. યાસ્મિને કહ્યું કે કેટરીના ભલે ગમે તેટલી ફિટનેસ ફ્રિક હોય પરંતુ તે જ્યારે પેનકેક્સ જુએ છે ત્યારે બધુ ભૂલી જાય છે. યાસ્મિને જણાવ્યું કે કેટરીના પેનકેકની દીવાની છે. તેને પેનકેક હદ કરતા વધુ પસંદ છે. પેનકેક કેટરીના ખુબ ખાય છે. આમ તો કેટરીના પોતે પણ ઘણીવાર કહી ચૂકી છે કે તેને કેક ખુબ પસંદ છે. કેટરીનાની ફિટનેસને લઈને સોશિયલ મીડિયા પર  ખુબ ચર્ચા થતી હોય છે. કેટરીના પણ ટોન્ડવાળા બોડીની તસવીરો અવારનવાર શેર કરતી રહે છે. તસવીરો વાઈરલ પણ થાય છે. કેટરીનાની ગત વર્ષે સલમાન સાથે ભારત ફિલ્મ આવી હતી. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કેટરીના જલદી પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે અક્ષયકુમાર સાથે જોવા મળશે. અત્યાર સુધી બહાર પડેલા ફિલ્મના પોસ્ટર અને વીડિયો ક્લિપથી જાણવા મળે છે કે ફિલ્મમાં સૂર્યવંશી અક્ષયકુમારની સાથે સાથે સિંબા રણવીર સિંહ અને સિંઘમ અજય દેવગણની પણ એક ઝલક જોવા મળશે. આ ફિલ્મ આગામી મહિને 27 તારીખે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

(11:01 am IST)