Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

'ધ કપિલ શર્મા શો' ફરી જોવા મળશે કપિલ-સુનીલની જોડી

મુંબઈ: ક્યારેક કૉમેડી કિંગ કપિલ શર્માનો સૌથી ખાસ રહેલો સુનીલ ગ્રોવર ‘કાનપૂર વાલે ખુરાના્સ’થી ટીવી પર પુનરાગમન કરી ચુક્યો છે. ગયા વર્ષે માર્ચમાં ફ્લાઇટમાં થયેલી લડાઈ પછી કપિલ અને સુનિલનાં રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારથી ફેન્સ રાહ જોઇ રહ્યા છે કે કપિલ અને સુનિલ એકસાથે જોવા મળે. સમાચાર હતા કે સલમાન ખાનનાં કારણે કપિલ અને સુનિલ ‘ધ કપિલ શર્મા શૉ’ની નવી સીઝનમાં સાથે જોવા મળશે, પરંતુ આવુ થયું નહીં અને કપિલ પણ સુનીલ વગર શૉ શરૂ કરી ચુક્યો છે. સુનીલનાં નવા શૉની કમ્પેરીઝન અત્યારથી જ કપિલનાં શૉ સાથે થવા લાગી છે. તો કપિલ શર્માનો શૉ પણ દર્શકોને પસંદ આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. જે દર્શકો કપિલ અને સુનીલને સાથે જોવા ઇચ્છે છે તેમના માટે સારા સમાચાર છે. ‘ધ કપિલ શર્મા શૉ’નાં જજ અને કપિલનાં સૌથી નજીકનાં વ્યક્તિ નવજોત સિંહ સિદ્ધુએ ઇશારો કર્યો છે કે સુનીલ ‘ધ કપિલ શર્મા શૉ’માં જોવા મળી શકે છે. એક ઇન્ટરવ્યૂમાં સિદ્ધુએ કહ્યું કે, “હું કપિલને મારો દીકરો માનુ છું અને તેના માટે કંઇપણ કરી શકું છું.” તેણે કહ્યું કે, “કપિલ મુશ્કેલ સમયમાંથી પસાર થયો, પરંતુ હવે યોગ્ય સમય આવી ગયો છે.”

(5:44 pm IST)