Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

જન્મદિવસ વિશેષ: 45 વર્ષનો થયો ફરહાન અખ્તર

મુંબઇ:  મોખરાના અભિનેતા, ગાયક, ફિલ્મ સર્જક અને સંગીતકાર એવા ફરહાન અખ્તરનો આજે બર્થ ડે છે. ૧૯૭૪ના જાન્યુઆરીની ૯મીએ જન્મેલો ફરહાન આજે ૪૫ વર્ષનો થયો.અભિનેતા તરીકે કારકિર્દી શરૃ કરીને ફરહાને ત્યારબા સંગીત ક્ષેત્રે પણ પદાર્પણ કર્યું હતું. એ ગાયકઅને સંગીતકાર તરીકે પણ સફળ નીવડયો છે. દેશ વિદેશમાં એ પોતાના સંગીત કાર્યક્રમો આપી ચૂક્યો છે. સાથોસાથ ભાગ મિલ્ખા ભાગ, દિલ ચાહતા હૈ અને જિંદગી ના મિલેગી દોબારા જેવી હિટ ફિલ્મોમાં અભિનય પણ કરી ચૂક્યો છે.હાલ એ શિબાની દાંડેકર સાથે અફેરમાં હોવાની વાત છે. અગાઉ એણે પોતાની સોળ સત્તર વર્ષના લગ્નજીવન પછી પત્ની અધૂનાને તલાકઆપીને એ છૂટો થયો હતો. શરૃમાં એનું અને શ્રદ્ધા કપૂરનું નામ સાથે બોલાયું હતું. એકવાર તો શ્રદ્ધા માતાપિતાને છોડીને ફરહાન સાથે રહેવા પણ ચાલી ગઇ હતી. જો કે પિતા શક્તિ કપૂર એને સમજાવીને પાછી ઘેર લાવ્યા હતા. હાલ ફરહાન અને  શિબાની વચ્ચે અફેર ચાલી રહ્યો છે.

(5:43 pm IST)