Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

પૂજા ભટ્ટ હવે ફિલ્મ 'નામ'ની સિક્વલ બનાવશે

મુંબઇ:  અભિનેત્રી ફિલ્મ સર્જક પૂજા ભટ્ટ સંજય દત્તને હીરો તરીકે ચમકાવતી ૧૯૮૦ના દાયકાની વધુ એક ફિલ્મ નામને ફરી બનાવવાની યોજના પણ ઘડી રહી હોવાની માહિતી મળી હતી.અત્યાર અગાઉ એણે સડક ફિલ્મની રિમેકની યોજના બનાવી હતી જેમાં એ પોતે પણ બે દાયકાના વિરામ પછી ફરી કેમેરા સામે અભિનય કરવાની છે. આ રિમેકમાં સંજય દત્ત પણ હશે. જોકે હીરો હીરોઇન તરીકે નવા ચહેરા ચમકશે. હીરોઇન તરીકેતો મહેશ ભટ્ટે પોતાની બીજાં લગ્નની પુત્રી આલિયાને લેવાનો નિર્ણય કરી લીધો છે એવી જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. પૂજાએ પોતાનાિ ફલ્મ સર્જકપિતા મહેશ ભટ્ટ અને સંજય દત્ત વચ્ચે બેઠકો પણ યોજી હતી.હવે મળતી માહિતી મુજબ સડક ઉપરાંત એ સંજય દત્તની નામ ફિલ્મની રિમેક બનાવવાની ઇચ્છા પણ ધરાવે છે અને એ વિશે પણ પોતાના પિતા મહેશ ભટ્ટ સાથે ચર્ચા કરી ચૂકી છે. જો કે આ ફિલ્મના કલાકારો અને એની સ્ક્રીપ્ટ વિશે હજુ કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સડકની રિમેકની સ્ક્રીપ્ટ તૈયાર હોવાની માહિતી મળી હતી.

(5:43 pm IST)