Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

એક ગીતને કારણે અનિલ કપૂર થઇ ગયો ખુશ

બોલીવૂડના મિસ્ટર ઇન્ડિયા અનિલ કપૂરની તેની દિકરી સોનમ કપૂર સાથેની ફિલ્મ 'એક લડકી કો દેખા તો ઐસા લગા' આવી રહી છે. આ ફિલ્મનું નામ અનિલ અને મનિષા કોઇરાલાની ફિલ્મ ૧૯૪૨-એ લવસ્ટોરીના ગીત પરથી લેવામાં આવ્યું છે. ચોવીસ વર્ષ પછી આ ગીતને હવે રિક્રએટ કરવામાં આવતાં અનિલ ખુબ જ ખુશ છે. અનિલે કહ્યું હતું કે મારી અને સોનમની ફિલ્મમાં એક લડકી કો દેખા તો ઐસા લગા ગીતને ચોવીસ વર્ષ પછી રિક્રીએટ કરીને લેવામાં આવતાં મને ખુબ આનંદ થયો છે. આ ગીત મને ખુબ ગમતાં હોઇ તેવા ગીતોમાં ટોચ પર છે. આ ગીતનું લોન્ચીંગ અનિલે કર્યુ છે. અનિલે અગાઉ ફન્નેખાં ફિલ્મમાં ગીત 'બદન પે સિતારે'ના રિક્રએટ વર્ઝનમાં કામ કર્યુ હતું. વિધુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાની નિર્મિત એક લડકી કો...ફિલ્મ પહેલી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

(10:01 am IST)