Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

ફરીથી વરૂણ સાથે શ્રધ્ધાની જોડીઃ નોરા ફતેહીને પણ રોલ

વરૂણ ધવન એક વર્ષમાં અનેક ફિલ્મોમાં કામ કરે છે. હવે તે ધર્મા પ્રોડકશનની ફિલ્મ કલંક તથા રણભૂમિ કરી રહ્યો છે. આ ઉપરાંત રેમો ડિસુઝાની ડાન્સ ફિલ્મ પણ તેની પાસે છે. આ ફિલ્મમાં પહેલા કેટરીના કૈફને લેવામાં આવી હતી. પણ તેણે ભારત ફિલ્મમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મ છોડી દેતાં હવે નિર્માતાઓએ વરૂણ સાથે શ્રધ્ધા કપૂર અને નોરા ફતેહીને લેવાનું નક્કી કર્યુ છે. રેમોની ફિલ્મ 'સ્ટ્રીટ ડાન્સર'માં શ્રધ્ધા એ પ્રોફેશનલ ડાન્સરના રોલમાં જોવા મળશે. શ્રધ્ધાએ આ પહેલા પણ એબીસીડી-૨માં વરૂણ સાથે કામ કર્યુ છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે રેમો સર, પ્રભુદેવા સર અને વરૂણ સાથે બીજી વખત કામ મળતાં હું ઉત્સાહિત છું. ભુષણજીએ મારા પર ફરી વિશ્વાસ કરતાં આ ફિલ્મ મને મળી છે.શુટીંગ ૨૨ જાન્યુઆરીથી પંજાબમાં શરૂ થશે. સ્ટ્રીટ ડાન્સરમાં પ્રભુદેવા, રાઘવ જુયાલ, ધર્મેશ યેલાંડે, પુનિત પાઠક અને શકિત મોહન પણ અભિનય કરશે.

 

(10:01 am IST)