Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના પાંચ અઠવાડિયા પછી શહેનાઝ ગિલ કામ પર પરત ફરી....

મુંબઈ: બિગ બોસ 13 ના સ્પર્ધક શહેનાઝ ગિલ તેના મિત્ર અને અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના લગભગ પાંચ અઠવાડિયા પછી કામ પર પરત ફર્યા છે. શહનાઝનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાંથી સ્પષ્ટ છે કે શહનાઝ હવે ઠીક છે અને કામ પર પરત ફરી છે. શહેનાઝ ગિલ ટૂંક સમયમાં અભિનેતા-ગાયક દિલજીત દોસાંજ અને સોનમ બાજવા સાથે ફિલ્મ હૌસલા રાખમાં જોવા મળશે. તેનો આ લેટેસ્ટ વીડિયો આ ફિલ્મના સેટ પરથી છે, જેને દિલજીત દોસાંજે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયો ખૂબ જ રમુજી છે અને શહનાઝ પણ આ વિડીયોમાં ખુશ દેખાય છે. હૌસલા રાખ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. સોનમ બાજવા આ ફિલ્મમાં શહનાઝ ગિલ અને દિલજીત દોસાંજ સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓક્ટોબરે વિશ્વભરમાં રિલીઝ થશે. દિલજીત અને શહેનાઝની આ પંજાબી ફિલ્મનું નિર્દેશન અમરજીત સિંહે કર્યું છે.

(5:03 pm IST)