Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

સબ્બીર ખાનની 'અદભુત'માં ચમકશે નવાઝુદ્દીન-ડાયના

મુંબઈ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, ડાયના પેન્ટી, શ્રેયા ધનવંત્રી અને રોહન મેહરા ફિલ્મ નિર્માતા સબ્બીર ખાનની સુપર નેચરલ થ્રિલર "અધભુત" માં ચમકશે. સબ્બીર ખાને કહ્યું કે સિનેમાના અનુભવો અને સર્જનાત્મક દિશાની વાત આવે ત્યારે અમે હંમેશા એક જ પેજ પર છીએ. અમે નવાઝુદ્દીન, ડાયના, શ્રેયા અને રોહન જેવા પાવર હાઉસ કલાકારોને સાથે લાવતી આ વાર્તા માટે ઉત્સાહિત છીએ. અમને આશા છે કે આ ફિલ્મ દર્શકોને મોટા પ્રમાણમાં જોડશે. 2022 માં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ બુધવારથી શરૂ થઈ રહ્યું છે. તેનું વિતરણ અને નિર્માણ સોની પિક્ચર્સ ફિલ્મ્સ ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે.

(5:01 pm IST)