Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

વીર કમાન્ડર અભિનંદનનું પાત્ર ભજવવાની જોન અબ્રાહમની ઈચ્છા

મુંબઇ: જોન અબ્રાહમે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. તે મોટા વિવિધ પાત્રો ભજવતો જોવા મળ્યો છે. તાજેતરમાં  તેણે ફિલ્મ અને સ્ક્રિપ્ટની પસંદગી વિશે વાત કરી હતી. '' મને હવે સારી કન્ટેન્ટ પર કામ કરવાની ઇચ્છા છે. મને અલગ વિષયક ફિલ્મોમાં કામ કરવું પસંદ છે. હાલ બોલીવૂડમાં સાઉથની રીમેક 'કબીર સિંહ'નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં કોઇ સાઉથની સુપરહિટ મૂવની  રીમેક બનાવામાં આવે છે,'' તેમ જોને જણાવ્યું હતું. જોનની આગામી ફિલ્મ 'પાગલપંતી' છે, જે એક કોમેડી ફિલ્મ છે. ઉપરાંત તેની 'સત્યેમવ જયતે ટુ' પણ  બને તેવી શક્યતા છે. જોનને વીર કમાન્ડર અભિનંદનનું પાત્ર ભજવવાની ઇચ્છા છે

(5:41 pm IST)