Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

રિયલ એસ્ટેટના ધંધામાં ઝપલાવ્યું બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને

મુંબઇઅમિતાભ બચ્ચને આનંદ પંડિતની ફિલ્મ  'ચહેરે ' સાઇન કરી છે.હવે તેમણે નિર્માતા સાથેના અન્ય વ્યસાયમાં પણ ભાગીદારી કરી છે. જેમાંની એક ફાઇવસ્ટાર બિઝનેસ પ્રોપર્ટી છે અને બીજી જુહુમાં રેસિડન્શિયલ પ્રોજેક્ટ છે.  '' સામાન્ય રીતે  બચ્ચનનું રોકાણ શેર માર્કેટમાં હોય છે. તેમના નાણાનું રોકાણ હેલ્થકેર, શિક્ષણ અને મિડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં હોય છે. ઉપરાંત તેઓ એમસીજી સ્ટોક્સમાં પણ રોકાણ કરે છે, તેમ સિનિયર વેલ્થ મેનેજરે જણાવ્યું હતું.પરંતુ હવે તેમણે ૨૫ ટકા ભાગીદારી રિયલ એસ્ટેટ વ્યવસાયમાં કરી છે. અમિતાભના મુંબઇમાં પ્રતીક્ષા, જલસો, જનક અને પત્સ બંગલા આવેલા છે. તેઓ  થોડા ફ્લેટસ તેમજ પ્લોટના પણ માલિક છે

(5:39 pm IST)