Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

ડરામણી થ્રિલર ફિલ્મ તુમ્બાડની સિકવલ બનશે

ડરામણી ફિલ્મોના શોખીનો માટે સમયાંતરે આવી ફિલ્મો આવતી રહે છે. જેમાં અમુક ખુબ સારી હોય છે. ૨૦૧૮માં આવેલી કાલ્પનિક થ્રિલર હોરર ફિલ્મ તુમ્બાડને તાજેતરમાં એક વર્ષ પુરૂ થતાં નિર્માતા આનંદ એલ. રાય અને સોહમ શાહે હવે આ ફિલ્મની સિકવલ બનાવવાનો નિર્ણય કર્યો છે. સોહમ શાહ અભિનિત આ ફિલ્મે દર્શકોના દિલમાં ડરની નવી વ્યાખ્યા આલેખી હતી. સોહમ ફિલ્મનો નિર્માતા પણ હતો અને મુખ્ય રોલ પણ તેણે નિભાવ્યો હતો. તુમ્બાડ થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક ગેમ ચેન્જર સાબિત થયાનું કહેવાય છે. ચાહકોએ ફિલ્મની પ્રિકવલ અથવા સિકવલ બનાવવાની ઇચ્છા દર્શાવી હતી. હવે નિર્માતા અલગ સ્તરની તૈયારીમાં છે. તુમ્બાડમાં દેખાડાયું હતું કે દુનિયામાં કોઇપણ વ્યકિતની જરૂરિયાત માટેની ચીજવસ્તુઓ તો હોય જ છે, પરંતુ તેની લાલચ માટે પુરતું કંઇ નથી હોતું. તુમ્બાડ મહારાષ્ટ્રની પૃષ્ઠભૂમિ પર આધારીત હતી. સિકવલ સમગ્ર ભારત સાથે સંબંધીત હશે.

(9:50 am IST)