Gujarati News

Gujarati News

News of Tuesday, 8th October 2019

નવા વર્ષના પ્રારંભે કાર્તિક આર્યન સાથે શુટીંગમાં જોડાશે કિયારા અડવાણી

કાર્તિક આર્યને ભૂલ ભૂલૈયા-૨ ફિલ્મનું પેહલા શેડ્યુલનું શુટીંગ દશેરાથી શરૂ કરી દીધુ છે. આ રોલ માટે તેણે ખુબ તૈયારી કરી છે. પ્રારંભે બે-ત્રણ દિવસ મુંબઇમાં જ શુટીંગ કરવામાં આવ્યું છે. જો કે આ શુટીંગમાં માત્ર કાર્તિકના દ્રશ્યો સામેલ છે. અભિનેત્રી કિયારા અડવાણીને પણ મુખ્ય રોલમાં લેવામાં આવી છે. કિયારાના દ્રશ્યોનું શુટીંગ નવા વર્ષના પ્રારંભે થવાનું છે. શુટીંગના બીજા શેડ્યુલમાં  કિયારા સામેલ થશે. માર્ચ ૨૦૨૦ સુધીમાં ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ જવાની અને જુલાઇમાં રિલીઝ કરી દેવાની નિર્માતાઓની ઇચ્છા છે. ફિલ્મ નિર્દેશક અનિસ બાઝમી હાલમાં ફિલ્મ પાગલપંતિના કામમાં વ્યસ્ત છે. જેમાં જોન અબ્રાહમ, અનિલ કપૂર, અરશદ વારસી, ઇલિયાના ડીક્રુઝ જેવા કલાકારો છે. બીજી તરફ આર્યન પાસે હાલમાં પતિ-પત્નિ ઓૈર વોની રિમેક, લવ આજકલ-૨ છે તો કિયારા ગૂડ ન્યુઝ અને લક્ષ્મી બોમ્બ જેવી ફિલ્મો કરી રહી છે.

(9:50 am IST)