Gujarati News

Gujarati News

News of Monday, 8th October 2018

સોનમ કપૂરે આ સોશિયલ સાઈટને કહ્યું રામ રામ...

મુંબઈ:સોનમ કપૂરે માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટરને રામ-રામ કરી દીધા છે. થોડા સમયથી સોનમને વિવિધ મુદ્દે ટ્રોલ કરાઈ રહી હતી. ૬ ઓક્ટોબરે સવારે ૧૧.૪૦ મિનિટે સોનમે ટ્વિટર પર લખ્યું, હું થોડા સમય માટે ટ્વિટરથી દૂર જઈ રહી છું. એ ઘણું નકારાત્મક થઈ રહ્યું છે. બધાને શાંતિપૂર્વકના પ્રણામ. એના ટ્વિટમાં જોકે સોનમે એ વાતનો ખુલાસો નથી કર્યો કે એવું શું બન્યું કે એનો ટ્વિટરથી મોહભંગ થયો છે. એટલું જ નહીં, એણે એ પણ નથી જણાવ્યું કે પોર્ટલ પર વાપસી ક્યારે કરશે. એક યૂઝરે ૪ ઓક્ટોબરે ટ્વિટર પર સોનમને સલાહ આપી હતી કે એ મુંબઈના પ્રદૂષણ અંગે ટીકા કરવાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સફર કરે.

(5:35 pm IST)