Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

મહિલા હંમેશા ફેમિલીની હેડ હોય છે : અમિતાભ બચ્‍ચન

મુંબઇ,તા. ૮ : અમિતાભ બચ્‍ચનનું કહેવું છે કે એક મહિલા હંમેશાં ફેમિલીની હેડ હોય છે. અમિતાભ બચ્‍ચને ગઈ કાલે જ તેમની ‘ગુડબાય'નું ટ્રેલર લોન્‍ચ કર્યું હતું. આ ઇવેન્‍ટમાં રશ્‍મિકા મંદાનાએ હાજરી આપી હતી. બિગ બી વિડિયો કોલ દ્વારા હાજર રહ્યા હતા. આ ફિલ્‍મમાં પિતા અને દીકરીની સ્‍ટોરીની વાત કરવામાં આવી છે. આ વિશે વાત કરતાં અમિતાભ બચ્‍ચને કહ્યું હતું કે કોઈ પણ વ્‍યક્‍તિના જીવનમાં ફેમિલી ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. તમે જયારે પણ એકલા હો ત્‍યારે તમારી ફેમિલી તમારી મદદે આવે જ છે. લોકો એવું માને છે કે પુરુષો ખૂબ જ મહેનત કરે છે અને ઘર ચલાવે છે, પરંતુ હકીકત એ હોય છે કે હંમેશાં મહિલા જ ફેમિલીની હેડ હોય છે. આપણી સોસાયટીના મોટા ભાગના પુરુષો કામ કરે છે, ઘરે આવે છે અને આરામ કરે છે. બીજી તરફ મહિલાઓ એક ઘર બનાવે છે અને એને ચલાવે છે. ઘરમાં  મહિલાઓ ફુલટાઇમ જોબ કરે છે અને તેઓ ઓફિસમાં પણ એક્‍સ્‍ટ્રા કામ કરે છે. તેઓ ફેમિલીની દેખભાળ રાખે છે. પુરુષો ફક્‍ત મહિલાઓના સપોર્ટિંગ કેરેક્‍ટર હોય છે.

(10:27 am IST)