Gujarati News

Gujarati News

News of Thursday, 8th September 2022

સંજય મિશ્રાની અપકમિંગ ફિલ્મ વો તીન દિનનું ટ્રેલર લોન્ચ

સંજય મિશ્રા ફરી એકવાર પોતાના અનોખા પાત્રથી લોકો પર એક અલગ જ છાપ છોડશે

મુંબઈ : સંજય મિશ્રા હાલમાં તેની અપકમિંગ ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ વો તીન દિનનું  ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રાજ આશુના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મમાં સંજય મિશ્રા ફરી એકવાર પોતાના સુંદર અને અનોખા પાત્રથી લોકો પર એક અલગ જ છાપ છોડવા જઈ રહ્યો છે તો જુઓ કેવું છે ફિલ્મનું ટ્રેલર અને શું કહે છે બોલિવૂડ એક્ટર સંજય મિશ્રાની ફિલ્મની આ સ્ટોરી? હવે ટ્રેલર સામે આવ્યા પછી ફેન્સ ફિલ્મની રિલીઝ તારીખની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વો તીન દિનમાં એક્ટર લાંબા સમય પછી કોઈ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય સિવાય ચંદન રોય સાન્યાલ, રાજેશ શર્મા, પૂરવા પરાગ અને રાકેશ શ્વાસ્તવ પણ મહત્વના રોલમાં જોવા મળશે. તેના પ્રોડ્યુસર પંચમ સિંહ છે અને ફિલ્મ 30 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રીલિઝ થવા માટે તૈયાર છે.

 ટ્રેલરની શરૂઆતમાં જ્યાં સંજય મિશ્રાનો અવાજ તેના પાત્રનું નામ જણાવી રહ્યો છે. ત્યારે જ સ્ક્રીન બતાવે છે કે આ ફિલ્મ ફાલ્કન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2021માં બતાવવામાં આવી હતી. આ સિવાય ફિલ્મને લેટિટૂડે ફિલ્મ એવોર્ડ 2021માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

(10:17 pm IST)