Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

સિંધી રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કરશે રણવીર-દીપિકા

મુંબઈ:બોલીવુડમાં વર્ષનાં સૌથી મોટા લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ નવેમ્બરમાં ઇટાલીમાં લગ્ન કરી લેશે. તો હવે જોડીને લઇને સમાચાર છે કે તેઓ સિંધી રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કરશે. જો કે બંને પોતાના લગ્નને લઇને ઘણું સંભાળીને કહે છે. તાજેતરમાં જ્યારે દીપિકાને તેના લગ્નને લઇને પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, “ વિશે તમને જલદી ખબર પડી જશે.”ઇટાલીમાં થનારા લગ્નમાં પરિવાર અને નજીકનાં કેટલાક દોસ્તો ઉપસ્થિત રહેશે. લગ્ન બાદ એક ગ્રાન્ડ રિસેપ્શન મુંબઈમાં યોજાશે. અત્યારે લગ્નની અંતિમ તૈયારીઓ ચાલુ છે. જો કે રણવીર કે દીપિકાએ વિશે કશું જાહેર કર્યું નથી.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી રણવીર અને દીપિકા રિલેશનશિપમાં છે. બંનેનો સંબંધ સંજય લીલા ભંસાલીની ફિલ્મગોલિયોં કી રાસલીલા- રામલીલાબાદ ગાઢ બન્યો હતો.

(5:07 pm IST)