Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

પાયલોટ ગુંજન સક્સેનાનું પાત્ર ભજવશે જાહન્વી કપૂર

મુંબઈ: અભિનેત્રી જાહન્વી કપૂર સિલ્વર સ્ક્રીન પર પાયલોટ ગુંજન સક્સેનાનું પાત્ર ભજવવાની છે.બોની કપૂર અને શ્રીદેવીની મોટી પુત્રી જાહન્વીએ કરણ જોહરની ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું, ત્યાર પછી તેને તખ્ત ફિલ્મ પણ સાઈન કરી હોવાની માહિતી મળી છે. ફિલ્મ પણ કરણ જોહરની છે. હવે મીડિયામાં વધુ સમાચાર મળી રહ્યા છે કે જાહન્વીએ કરણ જોહરની ત્રીજી ફિલ્મ પણ સાઈન કરી લીધી છે જેમાં તે પાયલોટ ગુંજન સક્સેનાનું પાત્ર ભજવવાની છે. ફિલ્મ ઇન્ડિયન એયર ફોર્સી પહેલી મહિલા ચોપર પાયલોટ ગુંજન સકસેનાની કહાની પર આધારિત છે.

(5:03 pm IST)