Gujarati News

Gujarati News

News of Saturday, 8th September 2018

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે મહિનામાં કમબેક કરશે દિશા વાકાણી

મુંબઇ તા.૮: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માં દયાના પાત્ર દ્વારા ઘર-ઘરમાં જાણીતી બનેલી દિશા વાકાણી બહુ જલ્દી શોમાં કમબેક કરશે. દિશાએ ૨૦૧૫ની ૨૪ નવેમ્બરે મુંબઇના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મયુર પડિયા સાથે લગ્ન કર્યાં હતા. દિશા પ્રેગનન્ટ હોવાથી ૨૦૧૭ના સપ્ટેમ્બરથી આ શોમાંથી ગાયબ થઇ ગઇ હતી. દિશાએ ૨૦૧૭ની ૩૦ નવેમ્બરે દિકરીને જન્મ આપ્યો હતો, જેનું નામ તેમણે સ્તુતિ રાખ્યું હતું. તે સપ્ટેમ્બરથી હજી પણ મેટર્નિટી લીવ પર છે અને હવે બહુ જલ્દી શોમાં આવશે. તેના કમબેકને લઇને ઘણી વાર અફવાઓ પણ ઊડી હતી. જોકે હવે તેને શોમાં કેવી રીતે એન્ટર કરવી એ વિશે સ્ટોરી પર કામ ચાલી રહયું છે અને બે મહિનામાં તે શોમાં જોવા મળશે.

(12:01 pm IST)