Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

સંજય લીલા ભંસાલીની ફિલ્મમાં નજરે પડશે રણદીપ હુડ્ડા

મુંબઇ: દિગ્દર્શક સંજય લીલા ભણશાલી  હાલ પોતાની આગામી ફિલ્મ ઇન્શાઅલ્લાહનું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી જોવા મળશે. આ ઉપરાંત તે પોતાના પ્રોડકશનની અન્ય  ફિલ્મમાં પણ વ્યસ્ત છે. જેમાં રણદીપ હુડા લીડ રોલમાં જોવા મળશે અને તે જોડી જોયા હુસૈન  સાથે જમાવશે.જોયાએ આ ફિલ્મ માટે વકશોપ પણ શરૂ કરી દીધી છે. આ ફિલ્મ એક મિસ્ટ્રી-થ્રિલર હશે. જેમાં થોડો કોમિક ટોન પણ જોવા મળશે. આ ફિલ્મમાં રણદીપ હુડા પોલીસની ભૂમિકામાં હશે. દર્શકોને આ ફિલ્મમાં ઘણા  વળાંક  માણવા મળશે. રણદીપે હાલમાં જ ઇમ્તિયાઝ અલીની કાર્તિક અને સારા સાથેની ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યું છે. જ્યારે જોયાએ હાથી મેરે સાથી ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યું છે. જોયા હુસૈને અનુરાગ કશ્યપની ફિલ્મ મુક્કાબાઝથી બોલવૂડમાં ડેબ્યુ કર્યું હતું. ભણશાલીની આ ફિલ્મનું દિગ્દર્શન બલબિંદર સિંહ અંજુઆ કરશે જેમણે  મુબારકા, ફિરંગી અને સાંડકી  આંખના લેખક રહ્યા છે.

(5:24 pm IST)