Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

ટીવી પરદે સિતા બનેલી શિવ્યા પઠાનિયા અસલી જિંદગીમાં બિન્દાસ

ટીવી પરદાની જાણીતી અભિનેત્રી શિવ્યા પઠાનિયા રામાયણના પાત્રો પર આધારીત ટીવી શો 'રામ સિયા કે લવકુશ'માં સિતા માતાનો રોલ નિભાવી રહી છે. અસલી દુનિયામાં શિવ્યા પઠાનિયા બિન્દાસ અને  સોશિયલ મિડીયા પર સતત સક્રિય રહેનારી અભિનેત્રી છે. તેની તસ્વીરો સતત ચાહકોને આકર્ષતી રહે છે. શિવ્યા સોશિયલ મિડીયા થકી પોતાના ફેન્સને પોતાની પ્રવૃતિઓની માહિતી આપતી જ રહે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં બ્યુટી કોન્ટેસ્ટ થકી કદમ માંડનારી શિવ્યા મિસ શિમલા રહી ચુકી છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તે અલગ-અલગ અંદાજમાં સતત તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. પોતાની રિયલ લાઇફમાં શિવ્યા સ્વતંત્ર વિચારશરણી ધરાવતી બિન્દાસ છોકરી છે. જો કે તે રામ સિયા કે લવકુશ શોમાં સિતાનો રોલ નિભાવતી હોઇ આ બાબતે તે અત્યંત ગંભીર છે. શિવ્યા કહે છે શોમાં અમે સિતાજીના ચરિત્રને આધુનિક પરિદ્રશ્યમાં ચિત્રિત કર્યુ છે.

(10:15 am IST)