Gujarati News

Gujarati News

News of Thursday, 8th August 2019

કરણના ખતરનાક સ્ટંટ દ્રશ્યને રકોર્ડ કરવાનું ભુલી ગયો સની!

બોલીવૂડમાં જબરદસ્ત એકશન હીરો તરીકે જાણીતા સની દેઓલનો પુત્ર કરણ દેઓલ પણ 'પલ પલ દિલ કે પાસ' ફિલ્મથી બોલીવૂડમાં હીરો તરીકે આવી રહ્યો છે. આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન એમ બંને કામ સની દેઓલે સંભાળ્યું છે. તે દિકરાને બોલીવૂડમાં લોન્ચ કરવા માટે ખુબ ઉત્સાહિત છે. કારણ કે દેઓલ પરિવારની આ ત્રીજી પેઢી છે. કરણની પહેલી ફિલ્મ બાબતે સની ખુબ ચિંતીત હતો. સનીએ કહ્યું હતું કે એક સીનના શુટીંગ વખતે મારા શ્વાસ થીજી ગયા હતાં. એકશન દ્રશ્યના ફિલ્માંકન વખતે કરણને ૪૦૦ ફુટ ઉંચાઇએથી છલાંગ લગાવવાની હતી. આ દ્રશ્યના શુટીંગ વખતે હું સ્તબ્ધ થઇ ગયો હતો. કારણે આ ખુબ કઠીન સીન હતો. હું એટલો ગભરાઇ ગયો હતો કે સીન રેકોર્ડ કરતાં પણ ભુલી ગયો હતો! એ પછી ફરીથી શુટીંગ કરવું પડ્યું હતું. કરણ પણ પિતાની જેમ એકશન દ્રશ્યોમાં કમાલ દેખાડશે. સનીએ કહ્યું હતું કે મારા લોન્ચીંગ વખતે પિતા ધર્મેન્દ્રની હાલત પણ આવી જ હતી. કરણની ફિલ્મ ૨૦મી સપ્ટેમ્બરે આવી રહી છે. મનાલી, મુંબઇ અને દિલ્હીમાં શુટીંગ થયું છે.

 

(10:14 am IST)