Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ખેતીના શોખ માટે નવાજુદ્દીને મુંબઈ નજીક લીધી જમીન

મુંબઈ:નવાઝુદ્દીન સિદ્દીકી જ્યારે ફિલ્મોમાં સક્રિય હોય ત્યારે તે ઉત્તર પ્રદેશમાં સ્થિત બુઢાણામાં તેના ઘેર જઈને ખેતી કરવાનું પસંદ કરે છે. નવાઝુદ્દીન સિદ્દીકી અને તેના ભાઈ શમસ સિદ્દીકીએ બુઢાણામાં સિંચનની નવી ટેãક્નક અપનાવી છે, જે ખેડૂતોને ખૂબ મદદરૂપ નીવડશે. સિદ્દીકી ભાઈઓ ખેતીને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માગે છે. તેઓ ખેડૂતોને નવી ટેક્નૉલૉજીના ફાયદા જણાવીને તેમનામાં પણ જિજ્ઞાસા જલાવીને તેમના ઉત્પાદનને વિકસાવવામાં મદદ કરવા ઇચ્છુક છે.

 

સંદર્ભે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું હતું કેહું મારી આખી જિંદગી ખેડૂત રહેવાનો છું. ખેતી કરવી મને પસંદ પણ છે. જ્યારે પણ સમય મળે હું બુઢાણા જાઉં છું. ત્યાં મને આરામ મળે છે.’
પોતાના ખેતીના શોખને પૂરો કરવા માટે નવાઝુદ્દીન કસારામાં એક પ્લૉટ ખરીદવાનો છે. જોકે નવાઝુદ્દીન સિદ્દીકી વ્યસ્તતાને કારણે મુંબઈથી વારંવાર ઉત્તર પ્રદેશ જઈ શકતો નથી તેથી ગયા મહિને તેણે મુંબઈની નજીક કસારામાં પ્લૉટ ખરીદવાનું વિચાર્યું છે. જ્યારે પણ તે શૂટિંગ કરતો હોય ત્યારે કસારા જઈને તે ખેતી કરી શકે. તેણે અમુક પ્લૉટ્સ ફાઇનલ કર્યા છે જે નદીની નજીક હોય. બધું યોજનાબદ્ધ રહ્યું તો ટૂંક સમયમાં સોદો પાર પડશે. આવતા મહિનાથી તે કસારામાં ખેતી પણ શરૂ કરી શકશે.

(4:19 pm IST)