Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

'દસ કા દમ'ને સલમાન ખેસે બાય બાય

મુંબઈ:સલમાન ખાન ગેમ-શોદસ કા દમનું શૂટિંગ પૂર્ણ કરીને પોતાનાં અન્ય કમિટમેન્ટસને પૂરાં કરવા પર ધ્યાન આપી રહ્યો છે, જેના છેલ્લા બે એપિસોડનું શૂટિંગ ફિલ્મસિટીમાં આજે કરવામાં આવશે. ગેમ-શોમાં આજના સેલિબ્રિટી ગેસ્ટ તરીકે ધર્મેન્દ્ર, બૉબી દેઓલ, રવીના ટંડન અને બાદશાહ ઉપસ્થિત રહેવાનાં છે. સલમાન આજે બૅક ટુ બૅક બે એપિસોડ શૂટ કરી રહ્યો છે, કેમ કે આના પછી તે ફિલ્મભારતના બીજા શેડ્યુલના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. સલમાન ખાન રિયલિટી શોમાંરેસ ના કો-સ્ટાર બૉબી દેઓલને આવકારવા માટે આતુર છે. સલમાન ધર્મેન્દ્રનો પણ પ્રશંસક છે.

(4:18 pm IST)