Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

દબંગ-૩ મારા માટે ખાસ છેઃ સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હાની ફિલ્મ હેપ્પી ફીર ભાગ જાયેગી આવી રહી છે. હવે પછી તે દબંગ-૩માં કામ કરશે. એક સમયે સોનાક્ષી આ ફિલ્મમાં સામેલ નહિ હોવાની વાતો ચગી હતી. પણ સોનાક્ષીએ કહ્યું હતું કે એવું કઇ રીતે બની શકે કે હું દબંગમાં ન હોઉં? ચુલબુલની રજ્જો ચોક્કસ પાછી આવી રહી છે. આ ફિલ્મ મારા માટે ખુબ જ ખાસ છે. મને ખુશી એ વાતની છે કે આ વખતે કહાની વધુ મજેદાર છે. હાલમાં સોનાક્ષી ધર્મા પ્રોડકશનની ફિલ્મ કલંકમાં વ્યસ્ત છે. એ પછી તે દબંગ-૩ના શુટીંગમાં સામેલ થશે. સલમાન પણ ભારતના શુટીંગમાં છે. બંને પોત પોતાના કામ પુરા કરશે પછી દબંગ-૩નું કામ શરૃ થઇ શકશે. પ્રભુદેવા આ વખતે નિર્દેશન કરશે. સોનાક્ષી એ વાતથી પણ ખુશ છે કે તેને ફરીથી પ્રભુદેવા સાથે પણ કામ કરવા મળશે.

 

 

(9:26 am IST)