Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગુમાનસિંહના નેગેટીવ રોલમાં મહોમ્મદ નઝીમ

સાથ નિભાના સાથીયા ટીવી શોમાં અહેમનો રોલ નિભાવનાર મોહમ્મદ નઝીમ હવે ટીવી પરદે જોરદાર નેગેટીવ રોલમાં આવી રહ્યો છે. કલર્સ ટીવીના શો 'ઉડાન સપનો કી'માં તે ગુમાનસિંહના રોલ સાથે એન્ટર થયો છે. નઝીમ કહે છે આ રોલ થકી દર્શકો મને અલગ જ લૂકમાં જોઇ શકશે. હું લગભગ એક વર્ષ પછી ફરીથી શો કરી રહ્યો છું. નઝીમ કહે છે હું લાંબા સમય સુધી પોઝીટીવ રોલ નિભાવતો રહ્યો છું હવે નેગેટીવ પાત્રો પણ કરવા જરૃરી છે. આ રોલ ખુબ જ સ્પેશિયલ છે. દર્શકોને આ રોલમાં હું પઠાણી અને આંગળીઓમાં વીંટીઓ પહેરેલો જોવા મળીશ. આ રોલ આમ તો બાદશાહ જેવો છે, પણ સાથોસાથ અલાઉદ્દીન ખિલજી જેવો નિડર હશે. આ રોલ માટેનું શુટીંગ શરૃ થઇ ગયું છે. મારો રાઉડી લૂક લોકો સામે આવશે.

(9:25 am IST)