Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આવતા મહિને આવે છે કોમેડી ફિલ્મ

અભિનેતા ઋષિ કપૂરની ફિલ્મ 'જૂઠા કહીં કા'નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં ઋષિ કપૂર સાથે જિમ્મી શેરગીલ, ઓમકાર કપૂર અને સની સિંહ મુખ્ય રોલમાં છે. ટ્રેલર ખુબ ધમાકેદાર લાગી રહ્યું છે. ઋષિ કપૂર પિતાના રોલમાં છે. આ ફિલ્મ કોમેડીથી ભરપુર જણાઇ રહી છે. ઋષિ હાલમાં ન્યુયોર્કમાં કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. સમીપ કાંગના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ૧૯ જુલાઇના રોજ રિલીઝ થવાની છે. ઋષિએ પોતાના ટ્વિટર પેજ પર ફિલ્મનું ટ્રેલર પોસ્ટ કર્યુ હતું. જે જોતાં જ ખડખડાટ હસી પડાય છે. ફિલ્મમાં ઋષિએ ઓમકાર કપૂરના પિતાનો રોલ નિભાવ્યો છે. સની સિંહ ઓમકારના જિગરી દોસ્તના રોલમાં છે. ટ્રેલરમાં સની લિયોનના આઇટમ નંબરની ઝલક પણ છે. નિમિષા મહેતા ઓમકાર કપૂરની પત્નિના રોલમાં છે. પણ ઋષિની નજરે નિમિષા સની સિંહની પત્નિ છે! સની અને ઓમકાર મળીને ઋષિ સામે જુઠાણુ ઉભુ કરે છે. આ કારણે કોમેડી સર્જાય છે. જિમી શેરગીલ વધુ એક વખત દબંગ રોલમાં છે.

(9:47 am IST)