Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

ફિટનેસ પાછળ અત્યંત આકરી મહેનત કરે છે દિશા પટાની

અભિનેત્રી દિશા પટાની બોલીવૂડ કારકિર્દીમાં સફળતાની સીડી ચડી રહી છે. સલમાન ખાન સાથેની ફિલમ ભારત હિટ થયા પછી હવે દિશા ફિલ્મ 'મલંગ'ના શુટીંગમાં વ્યસ્થ તઇ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ  છે. બોલીવૂડમાં એવા અનેક હીરો અને હિરોઇન છે જે પોતાની ફિટનેસનું રહસ્ય બધાની સામે વ્યકત કરે છે. દિશા બોલીવૂડની સોૈથી ફિટ અને ગ્લેમરસ અભિનેત્રીની હરોળમાં સામેલ છે. ફિટનેસ પાછળ દિશા ઘણો સમય ફાળે છે. દિશા પોતાના વર્કઆઉટના વિડીયો અને ફોટા પણ વારંવાર સોશિયલ મિડીયા પર પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે આવો એક નવો વિડીયો પોસ્ટ કર્યો હતો. જેણે ધૂમ મચાવી હતી. જીમ ટ્રેનર સાથેનો વિડીયો તેણે મુકયો હતો. તે કઇ રીતે એકસરસાઇઝ કરે છે તે તેમાં દેખાય છે. ફિટ રહેવા માટે દિશા ખુબ આકરી મહેનત કરે છે.

(9:46 am IST)