Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

સોની સબ પર ટીમ મેડમ સરનું તાજા એપિસોડ સાથે આજથી પુનરાગમન

વિશિષ્ટ જોડી હસીના-કરીશ્મા તેમના પોતાના પોલીસ થાણામાં જશે

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૭ : સોની સબની હળવી શ્રેણી મેડમ સર ચાર મહિલા પોલીસ અધિકારીઓની સ્ટોરી છે જેઓ વિશિષ્ટ રીતે કેસ ઉકેલે છે અને ગુન્હાનો અંત લાવે છે. આગામી ટ્રેક પ્રેક્ષકોને ટ્વીસ્ટ સાથે મનોરંજન પૂરું પાડવા સજ્જ છે કેમ કે ગુલ્કી જોષી તરીકે ઓળખાતી એસએચઓ હસીના મલિક અને યુકતી કપૂરી તરીકે ઓળખાતી સબ ઇન્સ્પેકટર કરીશ્મા સિંઘ પોતપોતાના થાણામાં જવા માટે થોડા સમય માટે અલગ પડે છે.

 આ શો તાજા એપિસોડ સાથે આજે ૭ જૂનના પર પરત ફરશે. સોની સબ પર દર સોમવારથી શુક્રવારે રાત્રે ૧૦ કલાકે મેડમ સરમાં કરીશ્માની પોલીસ સ્ટેશન સાચવવાની નવી સફર જોવા મળશે.

(3:12 pm IST)