Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

વિશેષનું પાત્ર ઓફર થતાં જ હા કહી હતીઃ નવીન

અભિનયના ફિલ્ડમાં અનેક અભિનેતાઓ માટે કલામાં વધુ સારું આપવા માટે પોતાની સિમાઓને પાર કરી જવું એ જ લક્ષ્ય હોય છે. ટીવી શો રંજૂ કી બેટીમાં ખાસ ભુીમકા નિભાવી રહેલા અભિનેતા નવીન પંડિતા કહે છે કે વિશેષ ભુમિકા સાથે મને અનેક નવા પડકારોનો સામનો કરવાની તક મળી છે અને સાથે મારી ભુમિકાઓ સાથે પ્રયોગ કરવાનો મોકો પણ મળ્યો છે. પાવરફુલ અને આકરા પાત્રો ભજવવા માટે જાણીતો નવીન આ શોમાં રોમાન્ટીક, પોઝિટિવ અવતારમાં દેખાઇ રહ્યો છે. નવીન કહે છે મેં મોટે ભાગે એવા પાત્રો ભજવ્યા હતાં જે લાઉડ અને શહેરી બેકગ્રાઉન્ડ સાથેના હતાં. રંજૂ કી બેટીયામાં મને વિશેષનું પાત્ર ઓફર થતાં જ મેં હા કહી દીધી હતી. કારણ કે બિહારી ભાષામાં વાત કરવા હું ઉત્સાહીત હતો. તે ગુસ્સે થાય છે તો પણ મારામારી કરવાને બદલે સમજાવટથી વાત કરે છે. આ પાત્ર એંસી-નેવુંના દસકના હીરો જેવું છે જે સાચા પ્રેમમાં વિશ્વાસ રાખતાં હતાં. એક સખ્ત વ્યકિતનો રોલ નિભાવવો સરળ હોય છે. પરંતુ શાંત અનુશાસિત યુવાનનો રોલ નિભાવવો અઘરો હોય છે.

(11:02 am IST)