Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

પોતાની ઓળખ જાતે ઉભી કરવાનીઃ જ્હાન્વી

અભિનેત્રી જ્હાન્વી કપૂરે ટુંકા ગાળામાં જ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. તેણે તાજેતરમાં કહ્યું હતું કે મારી જિંદગીમાંહું સોૈથી શકિતશાળી મહિલાઓમાં મારી મા શ્રીદેવીને સ્થાન આપુ છું. તે હમેંશા મને કહેતી કહે કદી કોઇ પર નિર્ભર નહિ રહેવાનું, પોતાની ઓળખ જાતે ઉભી કરવાની. જ્હાન્વીએ એમ પણ કહ્યું હતું કે મારી આસપાસ અનેક શકિતશાળી મહિલાઓ છે. જેમ કે આલિયા ભટ્ટ, સારા અલી ખાન અને બેયોન્સે. મારી બહેન ખુશી પણ મને સતત પ્રેરણા આપતી રહે છે. આ બધી મહિલાઓ પોતાના પર વિશ્વાસ રાખે છે અને પોતાના પર નિર્ભર છે. ધડક ફિલ્મથી બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરનાર જ્હાન્વીની માતા શ્રીદેવીનું ૨૦૧૮માં આકસ્મિક અવસાન થયું હતુ઼. જેથી એ દિકરીની પહેલી ફિલ્મ જોઇ શકયા નહોતાં. માના અવસાન પછી પણ જ્હાન્વીએ પોતાની જાતને તુટવા દીધી નથી. તેણે ગુંજન સકસેના, ઘોસ્ટ સ્ટોરીઝ, અંગ્રેજી મિડીયમ, રૂહી જેવી ફિલ્મો આપી છે. હવે તે દોસ્તાના-૨ અને ગૂડલક જેરી નામની ફિલ્મો કરી રહી છે.

(11:02 am IST)