Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

ફિલ્મ કેસરીની નિર્માત્રી બની ઈશા અંબાણી

મુંબઈ:દેશનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણી ખુબ જ જલ્દી બોલિવૂડમાં એન્ટ્રી કરવાની છે. તમને જણાવી દઇએ કે, અક્ષય કુમારની ફિલ્મમાં ઇશા અભિનય કરતી જોવા મળશે સાથે જ તે અક્કીની ફિલ્મ 'કેસરી'ને પ્રોડયૂસ પણ કરશે. 
ફિલ્મકાર કરણ જોહર સાથે મળી ઇશા આ ફિલ્મને પ્રોડયૂસ કરશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ફિલ્મને પહેલા કરણ જોહર અને સલમાન ખાન પ્રોડયૂસ કરવાના હતા, તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં અક્કી મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ સામે આવી ચૂક્યો છે. આ ફિલ્મ 'બેટલ ઓફ સારાગઢી' પર આધારીત છે. 
તમને જણાવી દઇએ કે, સારાગઢીનું યુદ્ધ ૧૨ સપ્ટેમ્બર ૧૮૯૭એ બ્રિટિશ ભારતીય સેના અને અફઘાન સેના વચ્ચે લડવામાં આવ્યું હતું. આ યુદ્ધ ખૈબર-પખતુન્ખવામાં થયુ હતું, જે હાલમાં પાકિસ્તાનમાં છે. બ્રિટિશ ભારતીય સેનામાં સીખ પલટનની ચોથી બટાલિયનમાં ૨૧ સીખ હતાં, જેમના પર ૧૦ હજાર અફઘાની સૈનિકે હુમલો કર્યો હતો. આ બટાલિયનનું નેતૃત્વ કરનાર હવાલદાર ઇશર સિંહે આવા મોકા પર છેલ્લા સ્વાસ સુધી લડવાનો નિર્ણય કર્યો હતો. આ યુદ્ધને સૈન્ય ઇતિહાસમાં સૌથી મહાન અંતવાળા યુદ્ધોમાંથી એક માનવામાં આવે છે. સીખ સૈન્ય કર્મીઓ દ્વારા આ યુદ્ધની યાદમાં ૧૨ સપ્ટેમ્બરને સારાગઢી દિવસ માનવામાં આવે છે. ઇશા અંબાણી આ વર્ષે ડિસેમ્બરમાં ઉદ્યોગપતિ અજય પીરામલનાં પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કરશે. આ લગ્ન ભારતમા જ યોજાશે. આનંદ પીરામલ જાણીતા ઉદ્યોગપતિ અને પીરામલ એન્ટરપ્રાઈઝના માલિક અજય પીરામલના દીકરા છે.

(3:54 pm IST)