Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સસ્પેન્સ થ્રિલર ફિલ્મ 'બદલા' આજથી રિલીઝ

હોટેલના રૂમમાં પ્રેમીની હત્યા, પ્રેમિકા પર શંકા... કોણે શા માટે કરી હત્યા? સાચુ શું?: સ્કોટલેન્ડમાં શુટીંગઃ અમિતાભ - તાપસી ફરી એકવાર સાથે

આજથી રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ બેનર અને નિર્માતા ગોૈરી ખાન, સુનિર ખેત્રપાલ, અક્ષય પુરી તથા નિર્દેશક સુજોય ઘોષની ફિલ્મ 'બદલા' રિલીઝ થઇ છે.

૧૧૮ મિનીટની લંબાઇ ધરાવતી આ  ફિલ્મનું લેખન સુજોય ઘોષ અને રાજ વસંતે કર્યુ છે. સંગીત અમાલ મલિક, અનુપમ રોય અને કલીન્ટન સેરેજોનું છે. ફિલ્મમાં અમ્તિાભ બચ્ચન, તાપસી પન્નુ, અમૃતા સિંઘ અને ટોની લ્યુકની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ ૨૦૧૭માં આવેલી સ્પેશિન ફિલ્મ કોન્ટ્રાટીએમ્પો ધ ઇન્વીઝબલ ગેેસ્ટની હિન્દી આવૃતિ છે. ફિલ્મનું શુટીંગ સ્કોટલેન્ડમાં કરવામાં આવ્યું છે. નૈના સેઠી (તાપસી પન્નુ) યુવા વ્યવસાયી છે. તે ત્યારે ચોંકી ઉઠી છે જ્યારે તે જે હોટલના રૂમમાં રોકાઇ હોઇ છે એ જ રૂમમાંથી તેના પ્રેમીની લાશ મળે છે! શંકાની સોય તેના તરફ તંકાય છે. તે પોતાની જાતને ફસાયેલી જૂએ છે. આ બધુ કઇ રીતે થયુ? શા માટે થયું? કોણે કર્યુ? આ સવાલોના જવાબો શોધવાનું કામ નૈના બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)ને સોંપે છે. બાદલ એક સુપ્રસિધ્ધ વકિલ છે. તે સત્ય શોધવાનો પ્રયાસ કરે છે.

થ્રિલર ફિલ્મ બનાવવા માટે સુજોય ઘોષ જાણીતા છે. તેણે ૨૦૧૨માં કહાની, ૨૦૧૬માં કહાની-૨ બનાવી હતી. તો ઝંકાર બીટ્સ, અલાદીન જેવી ફિલ્મો પણ કરી હતી. બદલા ફિલ્મ માટે નિર્માતાઓને ખુબ આશા છે. દર્શકોને પણ કંઇક નવું જોવા મળશે તેવી શકયતા છે.

(9:32 am IST)