Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ખુબ સંઘર્ષ કરવો પડયો છેઃ પત્રલેખા

સિટી લાઇટ્‍સ, લવ ગેમ્‍સ, નાનુ કી જાનુ સહિતની ફિલ્‍મો કરી ચુકેલી અભિનેત્રી પત્રલેખા ૨૦૧૪થી ઇન્‍ડસ્‍ટ્રીમાં છે.  તેનું બીજુ નામ અન્‍વિતા પણ છે. હવે તે સાવિત્રીબાઇ ફુલે પર બનનારી ફિલ્‍મમાં મુખ્‍ય પાત્ર ભજવી રહી છે. તેણે અગાઉ બોઝ-ડેડ અલાઇવ, ચીયર્સ, બદનામ ગલી, મૈં હીરો બોલ રહા હું સહિતના વેબ શો પણ કર્યા છે. તે કહે છે ઇન્‍ડસ્‍ટ્રીમાં મારે ખુબ સંઘર્ષ કરવો પડયો છે. હું અહિ આવી ત્‍યારે કોઇ ઓળખીતુ નહોતું કે કોઇ મિત્ર નહોતું. સતત ઓડિશન આપતી હતી. સવારે નીકળતી અને રાતે ઘરે પહોંચતી હતી. એડ ફિલ્‍મ માટે પણ પુષ્‍કળ ઓડિશન આપ્‍યા હતાં. સમય જતાં મુકેશ છાબડાના સંપર્કમાં આવી અને એડ ફિલ્‍મો મળતાં લોકો ઓળખતા થઇ ગયા. હું યુવા પેઢીને સલાહ આપીશ કે તમારો જે ગોલ છે તે મેળવવા સતત મહેનત કરો. આગામી સમયમાં પત્રલેખાની ત્રણ ફિલ્‍મો આવી રહી છે.

(11:32 am IST)